કાનૂની સેવાઓનો ઉપયોગ કરવાનું વિચારો છો?
Gujarati version of "Thinking of using legal services? What to expect"
Back to list of community languages
સોલિસિટર્સ રેગ્યુલેશન ઓથોરીટી (એસઆરએ) શું છે?
SRA એ સ્વતંત્ર નિયંત્રણ સંસ્થા છે. અમે નિયંત્રિત કરીએ છીએ
- ઇંગ્લેન્ડ અને વેલ્સમાં સોલીસિટરો,
- ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કાનૂની પેઢીઓ,
- અમે નિયંત્રિત કરતા હોઇએ તે પેઢીના મેનેજરો અને કર્મચારીઓ,
- વિદેશમાં યોગ્યતા ધરાવતા અન્ય પ્રકારના વકીલો, અને
- કાનૂની સેવાઓ પુરી પાડતા વ્યવસાયની માલિકી કે અર્ધ-માલિકી ધરાવતા બિન-વકીલો
અમે જેનું નિયંત્રણ કરીએ છીએ તેઓ ઉચ્ચ માપદંડો જાળવે તે સુનિશ્ચિંત કરીને, અને જ્યારે જોખમ જોવામાં આવે ત્યારે કાર્યરત થઈને, પ્રજાને રક્ષણ આપવાનું અમારૂં ધ્યેય છે.
અમે સોલિસિટરોનું પ્રતિનિધિત્વ નથી કરતા. લો સોસાયટી એ પ્રતિનિધિત્વ સંસ્થા છે.
અમે શું કરીએ છીએ?
અમે સિધ્ધાંતો (પ્રિન્સીપલ્સ) અને આચારસંહિતા (કોડ ઓફ કંડક્ટ) સ્થાપિત કરીએ છીએ કે જેનું પાલન જેમને અમે નિયંત્રિત કરીએ છીએ તેમણે કાનૂની સેવાઓ આપવામાં કરવાનુ હોય છે.
અમે જેમનુંનિયંત્રણ કરીએ છીએ તેઓ તેમના અસીલોના હિતમાં કામ કરે, અને વ્યાપક જાહેર હિતમાં કામ કરે તે નિશ્ચિંત કરવા અમે નિયંત્રણ તરફ પરિણામલક્ષી અભિગમ અપનાવીએ છીએ.
અમે જેમનું નિયંત્રણ કરીએ છીએ તે લોકો લાયકાત ધરાવતા અને કાનૂની સેવા પુરી પાડવા ઈન્શ્યોર્ડ હોય તેની અમે નીચેની રીતે ખાત્રી કરીએ છીએ:
- ઇંગ્લેન્ડ અને વેલ્સમાં લાયકાતના ધોરણો સ્થાપીને,
- સોલિસિટરો બનવા માટે વિદ્યાર્થીઓને તાલીમ પુરી પાડતી સંસ્થાઓનું નીરિક્ષણ કરીને,
- કાનૂની સેવાઓ પુરી પાડવા માટે વ્યક્તિઓની યોગ્યતાની આકારણી કરીને, અને
- વિદેશના વકીલોને આપણા ધોરણો જાળવવા જરૂરી બનાવીને
અમે ચેતવણીઓ આપીને આપવી અને દંડ કરીને કરવો, અને પેઢીઓ તથા વ્યક્તિઓની સામે કાનૂની કામ ચલાવવા જેવા શિસ્તના પગલાઓનો ઉપયોગ કરી શકીએ. આને અમે અમારા નિયંત્રક નિર્ણયો કહીએ છીએ, અને તેને અમારી વેબસાઇટ ઉપર મુકીએ છીએ.
તમે મને સોલિસિટર પસંદ કરવામાં મદદ કરી શકો?
અમે તમને કાનૂની સલાહ ન આપી શકીએ કે કયા સેલીસીટરનો ઉપયોગ કરવો તે ન કહી શકીએ.
અમે તમને સોલિસિટર પસંદ કરવામાં મદદ કરવા માહિતી પુરી પાડી શકીએ, જેમાં સામેલ છે:
- અમારી વેબસાઇટ ઉપર સોલિસિટર કે પેઢી કેમ શોધવી,
- કાનૂની સેવાઓમાંથી શ્રેષ્ઠ કામ કેવી રીતે મેળવવું અને સોલિસિટર પાસેથી શાની અપેક્ષા રાખવી, અને
- અમારી વેબસાઇટ પર "ચેક અ સોલિસિટર્સ રેકર્ડ" (Check a solicitor's record) પાસા સુવિધા ઉપર અમે લીધેલા નિયંત્રણના પગલાની વિગતો.
જો હું સોલિસિટરનો ઉપયોગ કરૂં તો મારે કઈ બાબતો જોવી જોઇએ?
જો તમે અમારા દ્વારા નિયંત્રિત થતા સોલિસિટર કે પેઢીનો ઉપયોગ કરો તો:
- તમારે જે સેવા જોઇએ છે તે અંગે સુમાહિતગાર પસંદગી નક્કી કરવા, અને કોણ તમને તે પુરી પાડી શકે તે માટે માહિતી તમને આપવામાં આવવી જોઇએ,
- કેટલો ખર્ચ થશે અથવા ખર્ચ કેવી રીતે ગણવામાં આવશે, તેની તમને ખબર હોવી જોઇએ અને ચાર્જની સ્પષ્ટ સમજુતી આપવામાં આવવી જોઇએ,
- કાનુન અને અમારી જરૂરતોની નું પાલન કરતાં હોય કરતા હોય તેવા સારી તાલીમ લીધેલા અને લાયકાત ધરાવતા લોકો પાસેથી સેવાનું સારૂં સ્તર તમને મળવું જોઇએ,
- જે તમારા શ્રેષ્ઠ હિતોને પ્રથમ ધ્યાનમાં રાખે અને તમારી સ્થિતિની ગોપનીયતા જાળવે તેવા સલાહકારો પાસેથી સેવા તમને મળવી જોઇએ,
- જો કંઇ ખોટું થાય તો પેઢીને અથવા લીગલ ઓમ્બડસ્મેનને ફરીયાદ કરવા તમે સમર્થ હોવાં જોઇએ,
- જો કોઇ બાબત ખોટી થઈ હોવાની અને તે માટે તે માટે તમે દાવો કરવા હકદાર હોવાની ખબર પડે તો તે પેઢીના પોતાના ભંડોળમાંથી અથવા તેના વિમેદાર પાસેથી તમને વળતર મળવું જોઇએ,
- તમારા સોલિસિટર પર અથવા અન્ય કોઇ કે જે તમારા કામ માટે સુયોગ્ય છે તેનો સંદર્ભ આપતી પેઢી પર તમે ભરોસો રાખી શકવા જોઇએ,
- તે સંદર્ભમાંથી ગમે તે પક્ષને કોઇ લાભ (આર્થિક કે અન્ય) મળે તો તમને કહેવામાં આવવું જોઇએ અને
- જ્યારે સોલિસિટર કે પેઢી માપદંડોનું અનુસરણ કરતી ન જોવા મળે ત્યારે એસઆરએ પગલા લે છે તેની તમને ખાત્રી થવી જોઇએ.
મારે મારા સોલિસિટર બદલવા હોય તો?
જ્યાં સુધી તમે બિલ ન ચુકવો ત્યાં સુધી તમારા સોલિસિટરને તમારા કાગળોની ફાઇલ કે અન્ય વસ્તુઓ રાખવાનો અધિકાર છે.
જો તમે તમારા કેસથી માં અધવચ્ચેથી તમારા સોલિસિટરને બદલવા માગતા હો તો જ્યાં સુધી તમે તેમને ચુકવણુ ન કરો ત્યાં સુધી તે તમને તમારી ફાઇલો નહીં આપે.
જો મારે મારા સોલિસિટર પાસેથી પૈસા લેવાના હોય તો શું?
જો કોઇ સોલિસિટર અપ્રમાણિક હોય, તેથી તમે પૈસા ગુમાવો, અથવા તમે તેની પાસે પૈસા માગતા હો તે તમને ન ચુકવે તો, અમારૂં કોમ્પનસેશન ફંડ કદાચ તમને મદદ કરી શકે.
તમે આની માહિતી અમારી વેબસાઇટ પરથી મેળવી શકશો - www.sra.org.uk/claim.
તમે મારા સોલિસિટરની પ્રેક્ટિસ બંધ કરી છે – મારે શું કરવું જોઇએ?
ઘણી વખત અમે સોલિસિટરની પ્રેક્ટિસ બંધ કરીએ છીએ કારણ કે તેણે કામ છોડી દીધું હોય ભાગીદારો મૃત્યુ પામ્યા હોય, કે અમને ગેરરીતિની શંકા હોય (દા.ત. સોલિસિટર બેદરકાર રહ્યા હોય અથવા પોતાની જવાબદારી સંભાળતા ન હોય).
તમારી ફાઇલો, દસ્તાવેજો અને નાણા પરત મેળવવા માટે તમારે જરૂરી માહિતી અમે તમને આપશું.
મને મારા સોલિસિટર સાથે સમસ્યા ઊભી થઈ છે – મારે શું કરવું જોઇએ?
તમારે હંમેશા તમારા સોલિસિટરને કે પેઢીને સર્વપ્રથમ ફરીયાદ કરવી જોઇએ. જો તમે આમ નહીં કરો તો તમે તમારી ફરીયાદને આગળ નહીં લઈ જઈ શકો.
તેમની સાથે સમસ્યાનો અનૌપચારિક અભિગમ કરવાથી સમસ્યા ઉકેલાઇ શકે એવું બને. જો આનું પરિણામ ન આવે તો, તમારા સોલિસિટરે તમને ફરીયાદની પ્રકિયા અંગે માહિતી આપવી જોઇએ.
એક વખત તમે ફરીયાદ કરો તો તેઓ તમને કહેશે કે તેઓ કઈ રીતે ફરીયાદને હલ કરશે અને તેઓ ક્યારે જવાબ આપશે. તમારા સોલિસિટરને તમારી ફરીયાદ ઉકેલવાની તક આપો. સામાન્ય રીતે તમારે તેમને ઓછામાં ઓછો આઠ સપ્તાહનો સમય આપવો જોઇએ.
ફરીયાદ કેમ કરવી તેનું માર્ગદર્શન અને તે કેટલા સમયગાળામાં કરવી તેની વિગત લીગલ ઓમ્બડસ્મેનની વેબસાઇટ પરથી મળી શકશે.
તમે જો સોલિસિટર કે પેઢીને ફરીયાદ કરી દીધી હોય અને તેમણે તમારા સંતોષ મુજબ ફરીયાદનું નિરાકરણ ન કર્યુ હોય તો, તમે મદદ માટે લીગલ ઓમ્બડસ્મેનનો સંપર્ક કરી શકો છો. તમે તેમને ટેલીફોન (0300 555 0333) કરી શકો કે enquiries@legalombudsman.org.uk પર ઇમેઇલ કરી શકો.
તમારે એસઆરએને કોઇ સોલિસિટર વિશે ક્યારે જાણ કરવી જોઇએ
મોટા ભાગે સોલિસિટરો અંગેની ફરીયાદો નબળી સેવાઓ વિશે હોય છે અને તે લીગલ ઓમ્બડસ્મેનને મોકલવી જોઇએ. જો લીગલ ઓમ્બડ્સમેનને એમ લાગશે કે તમારી ફરિયાદ અમારા સિદ્ધાંતોનો ભંગ થયો હોવાની છે, તો તેઓ કેસનો અમને મોકલી આપશે.
જો તમે નબળી સેવાઓ માટે કોઇ સોલિસિટર વિશે અમને જાણ કરશો તો અમે તમને લીગલ ઓમ્બડ્સમેન પાસે જવાની ભલામણ કરીશું. નબળી સેવાઓ માટે વળતર આપવાની, કે તમારી કાનૂની ફી ઘટાડવાના કે પરત અપાવવાની અમને સત્તા નથી.
આમ છતાં, તમને લાગે કે પેઢી અથવા અમારા દ્વારા નિયંત્રિત કોઇએ એસઆરએ પ્રિન્સીપલ (સિધ્ધાંતો) નો ભંગ કર્યો હશે તો તમે તે બાબત સીધી અમને જાણ કરી શકો છો.
તમારી માહિતી અમને મોકલવાના વિવિધ માર્ગો છે:
- અમારૂં રીપોર્ટ ફોર્મ પુરૂં ભરીને
- અમને ઇમેઇલ કરીને, અથવા
- અમારા સંપર્ક કેન્દ્રને ઉપર કોલ કરીને
કોઇ પ્રશ્નો?
- વધુ માહિતી અને આધાર માટે અમારી વેબસાઇટ જુઓ:
www.sra.org.uk/consumers - અમારો ઇમેઇલથી સંપર્ક કરો
- અમારો ટેલીફોનથી સંપર્ક કરો